2027ના ICC વનડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવવાનું આયરલેન્ડનું સપનું વરસાદે ચકનાચૂર કરી દીધું છે. અફઘાનિસ્તાન સામે પાંચ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ બ્રેડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો નહીં અને મેચ રદ જાહેર કરવામાં આવી. આ એક જ પરિણામે આયરલેન્ડની સીધી ક્વોલિફિકેશનની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.
ICC ODI રેન્કિંગમાં 12મા સ્થાને રહેલા આયરલેન્ડ માટે આ શ્રેણી અત્યંત મહત્વની હતી. ટીમને સીધી ક્વોલિફિકેશન માટે અફઘાનિસ્તાન સામે 5-0થી શ્રેણી જીતવાની જરૂર હતી અને સાથે અન્ય કેટલાક પરિણામો પણ તેના પક્ષમાં જવા જરૂરી હતા. પરંતુ પ્રથમ જ મેચ વરસાદમાં ધોવાઈ જતાં તે ગણિત સંપૂર્ણપણે બગડી ગયું.
હવે આયરલેન્ડને 2027 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. ટીમે 10 ટીમોની ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં રમવું પડશે, જ્યાં કઠિન સ્પર્ધા બાદ જ મુખ્ય ટુર્નામેન્ટમાં પહોંચવાની તક મળશે. આ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં વિવિધ લીગમાંથી આવેલી ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
આયરલેન્ડ માટે આ મોટો ઝટકો એટલા માટે પણ છે કે ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ ક્રિકેટમાં સતત પ્રગતિ કરી રહી છે. જોકે હવે તેમની તમામ આશા ક્વોલિફાયર પર ટકેલી રહેશે. જો ત્યાં સારું પ્રદર્શન કરશે તો જ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારા 2027ના ICC વનડે વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
A washout in the first match of their ODI series against Afghanistan means Ireland can no longer secure direct entry into the Men’s ODI World Cup via rankings ❌ pic.twitter.com/magCAEU46G
— Cricinfo (@cricinfo) August 5, 2026
