ઓસ્ટ્રિયાના વિસ્ફોટક બેટ્સમેન કરણબીર સિંહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સાથે તેણે ભારતના દિગ્ગજ ઓપનર રોહિત શર્માનો લાંબા સમયથી અડગ રહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કરણબીર સિંહે અત્યાર સુધી પોતાની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 207 છગ્ગા ફટકાર્યા છે. બીજી તરફ, રોહિત શર્માએ પોતાની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 205 છગ્ગા નોંધાવ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે કરણબીરે આ સિદ્ધિ માત્ર 60 મેચમાં મેળવી છે, જ્યારે રોહિતને આ આંકડો પાર કરવા માટે 159 મેચ રમવી પડી હતી.
કરણબીર સિંહ છેલ્લા બે વર્ષથી એસોસિયેટ દેશોના ક્રિકેટમાં સતત ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની આક્રમક બેટિંગ અને લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતાએ તેને વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ અપાવી છે. તેણે ઓછા સમયમાં અનેક સદી ફટકારી છે અને રનો તેમજ છગ્ગાઓના અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
જોકે કરણબીર હાલમાં એસોસિયેટ રાષ્ટ્ર ઓસ્ટ્રિયા તરફથી રમે છે, તેમ છતાં તેની સિદ્ધિઓએ વિશ્વ ક્રિકેટનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તે આ જ લય જાળવી રાખશે તો આગા વર્ષોમાં ઘણા વધુ વૈશ્વિક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હોવાથી તેના નામે રહેલો આ રેકોર્ડ હવે કરણબીર સિંહે કબજે કરી લીધો છે. આ સિદ્ધિ માત્ર ઓસ્ટ્રિયાના ક્રિકેટ માટે જ નહીં, પરંતુ એસોસિયેટ દેશોના ક્રિકેટ માટે પણ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે. કરણબીરે સાબિત કરી દીધું છે કે પ્રતિભા માત્ર મોટી ક્રિકેટ રમતી ટીમોમાં જ નહીં, પરંતુ ઉભરતા દેશોમાં પણ ભરપૂર છે.
Karanbir Singh tops the T20I sixes chart 💥
Austria’s Karanbir Singh now leads the list for most international sixes in men’s T20 internationals 🫡 pic.twitter.com/cKB9MDiYhJ
— Sports Side (@TheSportsSide1) July 2, 2026
