ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને પોતાના ક્રિકેટિંગ અભિગમ અને વિરાટ કોહલી પાસેથી મળેલી મહત્વની સલાહ વિશે ખુલાસો કર્યો છે. સંજુએ જણાવ્યું કે વિરાટ કોહલીની ફિટનેસ, શિસ્ત અને જીવનશૈલીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા, પરંતુ તેની જેમ લાંબા સમય સુધી કડક ડાયેટ અને રૂટિન જાળવી રાખવું તેના માટે શક્ય બન્યું નહીં.
સેમસને જણાવ્યું કે ભારતીય ટીમના એક કેમ્પ દરમિયાન તેઓ અને વિરાટ કોહલી સાથે જિમમાં વર્કઆઉટ કરતા હતા. ત્યારે તેણે કોહલીને પૂછ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી કારકિર્દી બનાવવા માટે શું કરવું જોઈએ. વિરાટે તેને કહ્યું હતું કે માત્ર નેટ પ્રેક્ટિસ નહીં, પરંતુ જીવનશૈલી, યોગ્ય આહાર અને શરીરની રિકવરી પર પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. સંજુએ લગભગ દોઢ વર્ષ સુધી આ સલાહનું પાલન કર્યું, પરંતુ બાદમાં તેઓ તે નિયમિતતા જાળવી શક્યા નહીં.
સેમસને વધુમાં કહ્યું કે 2026 ટી20 વર્લ્ડ કપ પહેલાં તેણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેને સમજાયું કે ભારતીય ક્રિકેટમાં સતત સ્પર્ધા અને સરખામણીની એક “રેટ રેસ” ચાલી રહી છે, પરંતુ હવે તેઓ તેનો ભાગ બનવા માંગતા નથી. તેના મતે હવે તેઓ પોતાની શરતો પર ક્રિકેટ રમશે અને બહારના લોકો શું કહે છે તેની ચિંતા નહીં કરે.
તેણે કહ્યું, “હવે મને કોઈ નહીં કહે કે કેવી રીતે બેટિંગ કરવી. સંજુ માટે શું યોગ્ય છે તે નિર્ણય હું પોતે લઈશ. હું રમતનો આનંદ માણવા માંગું છું અને ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ.”
સેમસને એ પણ સ્વીકાર્યું કે તેની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ હવે તેઓ ભવિષ્યની વધુ ચિંતા કરતાં વર્તમાનમાં રહીને ક્રિકેટનો આનંદ માણવા પર ભાર આપી રહ્યા છે. તેનું માનવું છે કે જો તેઓ સારું પ્રદર્શન કરશે તો તક આપમેળે મળશે અને ન મળે તો પણ તેઓ અત્યાર સુધીની સિદ્ધિઓ માટે આભારી રહેશે.
Sanju Samson 🗣️
I realised that there is a constant rat race in our country, and I decided before the 2026 T20 World Cup that I would not be part of it. I just want to enjoy the game. By God’s grace, I have achieved a lot.#Cricket #TeamIndia pic.twitter.com/SfG52aMb1A
— CREX (@Crex_live) July 27, 2026
