અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ પોતાની રાષ્ટ્રીય ટીમના કોચિંગ સ્ટાફમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ઓસ્ટ્રેલિયાના અનુભવી કોચ શેન મેકડર્મોટને ટીમના નવા આસિસ્ટન્ટ કોચ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મેકડર્મોટ 1 ઓગસ્ટથી ટીમ સાથે જોડાશે અને આયર્લેન્ડ સામે યોજાનારી પાંચ મેચની વનડે શ્રેણીથી પોતાની નવી જવાબદારી સંભાળશે.
45 વર્ષીય શેન મેકડર્મોટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવી ટીમો સાથે પણ કામ કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે તેઓ જુલાઈ 2025થી જુલાઈ 2026 સુધી પાકિસ્તાન ટીમના ફિલ્ડિંગ કોચ રહ્યા હતા અને તાજેતરમાં જ તે પદ છોડ્યા બાદ હવે ફરી અફઘાનિસ્તાન સાથે જોડાયા છે.
મેકડર્મોટ માટે અફઘાનિસ્તાન સાથે આ બીજી ઇનિંગ્સ હશે. તેઓ જાન્યુઆરી 2024થી જુલાઈ 2025 દરમિયાન પણ અફઘાનિસ્તાનના ફિલ્ડિંગ કોચ રહી ચૂક્યા હતા. તેના માર્ગદર્શન હેઠળ ટીમે ફિલ્ડિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો અને ICC ટૂર્નામેન્ટોમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. હવે ફરી તેની વાપસીથી અફઘાનિસ્તાનની ટીમને વધુ મજબૂતી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાન માટે આગામી આયર્લેન્ડ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ટીમ નવા વનડે કેપ્ટન રહમત શાહના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે અને મેકડર્મોટનો અનુભવ ટીમની ફિલ્ડિંગ તેમજ સમગ્ર પ્રદર્શનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે અનુભવી કોચ તરીકે મેકડર્મોટની નિમણૂક ટીમના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેની હાજરીથી યુવા ખેલાડીઓને ફિલ્ડિંગની સાથે વ્યૂહાત્મક માર્ગદર્શન પણ મળશે અને આગામી આંતરરાષ્ટ્રીય પડકારો માટે ટીમ વધુ સજ્જ બનશે.
11 July – Shane mcdermott resigned as Pakistan Team fielding coach.
Today – ACB Appointed Shane mcdermott as Afghanistan Team Fielding Coach. pic.twitter.com/Ex7qONKAH4
— ACB Xtra (@acb_190) July 29, 2026
