ધ હન્ડ્રેડ 2026માં લંડન ડર્બીની રોમાંચક ટક્કરમાં લંડન સ્પિરિટે MI લંડનને 7 વિકેટે હરાવીને સિઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી. આ જીતના મુખ્ય હીરો દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને ડેવાલ્ડ બ્રેવિસ રહ્યા, જેણે શાનદાર બેટિંગ કરીને ટીમને સરળ વિજય અપાવ્યો.
પ્રથમ બેટિંગ કરતા MI લંડને 100 બોલમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. ટીમ માટે વિલ જેક્સે 44 બોલમાં 65 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે શેરફેન રધરફોર્ડે માત્ર 19 બોલમાં 41 રનની ઝડપી કેમિયો ઇનિંગ્સ રમી સ્કોરને મજબૂત બનાવ્યો. જોકે, લંડન સ્પિરિટ તરફથી જેમી ઓવરટને શાનદાર બોલિંગ કરતાં 3 વિકેટ ઝડપી MI લંડનને વધુ મોટો સ્કોર બનાવતા રોકી દીધું.
165 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લંડન સ્પિરિટને લુઆન-ડ્રે પ્રિટોરિયસે વિસ્ફોટક શરૂઆત અપાવી. તેણે માત્ર 28 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં સાત છગ્ગાનો સમાવેશ થયો હતો. તેની આ ઇનિંગ્સે મેચનો પલડો સ્પિરિટ તરફ ઝુકાવી દીધો. ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસે પોતાની આક્રમક બેટિંગથી MI લંડનના બોલરો પર દબાણ વધાર્યું. તેણે માત્ર 18 બોલમાં અણનમ 37 રન ફટકાર્યા અને એક શાનદાર ‘નો-લુક’ સિક્સર પણ ફટકારી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો.
લંડન સ્પિરિટે માત્ર 3 વિકેટ ગુમાવી 11 બોલ બાકી રહેતા જ લક્ષ્ય હાંસલ કરી લીધું. પ્રિટોરિયસને તેની મેચ વિનિંગ ઇનિંગ્સ બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે લંડન સ્પિરિટે પોઇન્ટ્સ ટેબલમાં મહત્વની છલાંગ લગાવી અને ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી મજબૂત કરી, જ્યારે MI લંડનને સિઝનની બીજી હારનો સામનો કરવો પડ્યો.
An innings packed with fearless strokeplay! 👊🏻
Lhuan-dre Pretorius’ blistering 64 off 28 balls laid the perfect foundation as London Spirit registered their first win of the season.
Watch #TheHundred on Star Sports & JioHotstar, EVERY DAY from 7 PM. pic.twitter.com/PBb2HsY8LK
— Star Sports (@StarSportsIndia) July 30, 2026
