ગ્લોબલ સુપર લીગ (GSL) 2026ની ફાઇનલમાં ક્રિકેટ ચાહકોએ એવો રોમાંચક મુકાબલો જોયો કે જે લાંબા સમય સુધી યાદ રહેશે. ગાયાના એમેઝોન વોરિયર્સે માત્ર 85 રનમાં ઓલઆઉટ થયા બાદ પણ જોરદાર વાપસી કરીને સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને 79 રનમાં સમેટી નાખ્યા અને 6 રને ઐતિહાસિક જીત મેળવી સતત બીજી વખત GSLનો ખિતાબ પોતાના નામે કર્યો.
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગાયાના ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. સાન ફ્રાન્સિસ્કોના બોલરોએ શાનદાર બોલિંગ કરતાં ગાયાનાના બેટરોને ટકી રહેવાની તક જ આપી નહોતી અને આખી ટીમ માત્ર 85 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ટી20 ક્રિકેટમાં આટલા ઓછા સ્કોરનું સફળતાપૂર્વક રક્ષણ કરવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ગાયાનાના ખેલાડીઓએ અવિશ્વસનીય પ્રદર્શન કર્યું.
47 વર્ષીય અનુભવી કેપ્ટન ઇમરાન તાહિરે પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કર્યો. તેણે બોલરોમાં સતત આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને યોગ્ય સમયે ફિલ્ડિંગમાં ફેરફાર કરીને વિરોધી ટીમ પર દબાણ વધાર્યું. ગાયાનાના બોલરોએ નિયમિત અંતરે વિકેટ ઝડપી સાન ફ્રાન્સિસ્કોની બેટિંગ લાઇનઅપને તોડી નાખી હતી. અંતે સમગ્ર ટીમ 79 રનમાં ઓલઆઉટ થતાં ગાયાનાએ અવિશ્વસનીય જીત નોંધાવી હતી.
આ જીત સાથે ઇમરાન તાહિરે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી. 47 વર્ષની ઉંમરે તેણે સતત બીજી વખત GSL ટ્રોફી જીતનાર કેપ્ટન તરીકે ઇતિહાસ રચ્યો. તેની શાંત કેપ્ટનશિપ અને આક્રમક બોલિંગ રણનીતિએ ગાયાનાને અશક્ય લાગતી જીત અપાવી. ક્રિકેટ જગતમાં આ મુકાબલો સૌથી યાદગાર ટી20 ફાઇનલોમાંનો એક માનવામાં આવી રહ્યો છે, કારણ કે માત્ર 85 રનનો સ્કોર બચાવીને ચેમ્પિયન બનવું અત્યંત દુર્લભ સિદ્ધિ ગણાય છે.
Back-to-back titles for Guyana under the captaincy of 47-year-old Imran Tahir! 🏆🏆
They defeated San Francisco in a thrilling Global Super League final. 🔥#IranTahir #GlobalSuperLeaguepic.twitter.com/Xa8045qBKR
— CREX (@Crex_live) August 2, 2026
