લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં યુવા બેટર મુકુલ ચૌધરીએ અર્જુન તેંડુલકરના એક જ ઓવરમાં 20 રન ફટકારીને પોતાની આક્રમક બેટિંગની ઝલક બતાવી હતી. પ્રેક્ટિસ દરમિયાન થયેલા આ મુકાબલામાં મુકુલની બેટિંગ સામે અર્જુન માટે ઓવર મુશ્કેલ સાબિત થયો હતો.
અર્જુન તેંડુલકર ડેથ ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો અને તેની સામે મુકુલ ચૌધરી બેટિંગ કરી રહ્યો હતો. ઓવરની શરૂઆત જ મુકુલ માટે શાનદાર રહી. પ્રથમ બોલ પર તેણે આગળ આવીને જોરદાર શોટ ફટકાર્યો અને બોલ સીધો બાઉન્ડ્રી પાર છગ્ગા માટે ગયો. ત્યારબાદ બીજા બોલ પર પણ મુકુલે અર્જુનની બોલિંગનો ફાયદો ઉઠાવીને સતત બીજો છગ્ગો ફટકાર્યો.
પ્રથમ બે બોલમાં બે છગ્ગા ખાધા બાદ અર્જુન પર દબાણ વધ્યું હતું. ત્રીજા બોલ પર મુકુલે પોતાની ટાઈમિંગનો ઉપયોગ કરીને ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ અર્જુને શાનદાર વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને ચોથી તથા પાંચમી બોલ પર મુકુલને એક પણ રન લેવા દીધો નહીં. જોકે, ઓવરના અંતિમ બોલ પર મુકુલે સિંગલ લઈને ઓવર પૂરી કરી. આ રીતે ઓવરમાં કુલ 20 રન આવ્યા—6, 6, 4, 0, 0 અને 1.
મુકુલ ચૌધરી માટે આ પ્રદર્શન ખાસ મહત્વનું છે, કારણ કે IPL 2026 દરમિયાન પણ તેણે પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અર્જુન તેંડુલકરે અગાઉ પણ મુકુલની બેટિંગ ક્ષમતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે મેદાનના લગભગ દરેક વિસ્તારમાં મોટા શોટ રમી શકે છે.
બીજી તરફ, અર્જુનને IPL 2026 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનૌ સુપર જાયન્ટ્સે ટ્રેડ કર્યો હતો. અર્જુને IPLમાં અત્યાર સુધી છ મેચ રમીને ત્રણ વિકેટ ઝડપી છે. હવે પ્રેક્ટિસ સેશનમાં મુકુલ સામે પડેલા આ 20 રનનો વીડિયો ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કારણ બન્યો છે.
लखनऊ सुपर जायंट्सच्या प्रॅक्टिस सेशनमध्ये अर्जुन तेंडुलकरची धुलाई… कोणी केली? #ArjunTendulkar #LSG #LucknowSuperGiants #IPL2026 #CricketNewsMarathi #IPLNewshttps://t.co/0LG7vWcQKn
— Lokmat (@lokmat) August 10, 2026
