ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર કેટ ક્રોસે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ચાલુ ઈંગ્લિશ સમર તેની ક્રિકેટ કારકિર્દીની અંતિમ સિઝન રહેશે. ક્રોસે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની માહિતી આપી હતી.
કેટ ક્રોસે લગભગ 15 વર્ષ સુધી ક્રિકેટ સાથે જોડાયેલી રહી અને ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 102 આંતરરાષ્ટ્રીય મેચ રમી. આ દરમિયાન તેણે 140 વિકેટ ઝડપી. તેના નામે 76 વનડેમાં 101 વિકેટ, 8 ટેસ્ટમાં 25 વિકેટ અને 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 14 વિકેટ છે. વનડેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 6 વિકેટ લેવાનું રહ્યું છે.
ક્રોસે 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 અને વનડેમાં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. વનડે ડેબ્યૂ મેચમાં જ તેણે 4 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો. ત્યારબાદ 2014માં ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ટેસ્ટથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ટેસ્ટ ડેબ્યૂમાં પણ તેણે શાનદાર બોલિંગ કરીને મેચમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કેટ ક્રોસની કારકિર્દી માત્ર ઈંગ્લેન્ડ સુધી મર્યાદિત રહી નહોતી. તેમણે લૅન્કેશાયર માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમી અને ધ હન્ડ્રેડ સહિત વિવિધ સ્થાનિક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો. લૅન્કેશાયર સાથે તેમનો સંબંધ બાળપણથી રહ્યો હતો અને તેઓ કાઉન્ટીની એકેડેમીમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.
નિવૃત્તિની જાહેરાત કરતાં ક્રોસે કહ્યું કે ક્રિકેટ તેના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે અને આ રમતને અલવિદા કહેવું તેના માટે મુશ્કેલ છે. જોકે, તેણે પોતાની સફર અને ક્રિકેટ દરમિયાન મળેલા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. હવે તેઓ આ સમરની બાકીની મેચો લૅન્કેશાયર સાથે રમ્યા બાદ પોતાની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીનો અંત લાવશે.
🚨🏏 KATE CROSS ANNOUNCES RETIREMENT FROM CRICKET
The 34-year-old finishes with:
• 76 ODIs
• 18 T20Is
• 8 Tests
• 140 international wicketsA remarkable England career comes to an end. 🏴 pic.twitter.com/PzDplVosEf
— TheWicketReport (@WicketReport) August 21, 2026
