ઈંગ્લેન્ડના ઝડપી બોલર બ્રાયડન કાર્સ સાથે જોડાયેલા પબ વિવાદે ઈંગ્લિશ ક્રિકેટમાં ફરી એકવાર શિસ્તને લઈને સવાલો ઉભા કર્યા છે. ડર્બીમાં પબની બહાર કાર્સને પોલીસ દ્વારા હાથકડી પહેરાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ તેને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી દીધા છે.
રિપોર્ટ મુજબ આ ઘટના શનિવાર રાત્રે બની હતી. કાર્સને થોડા સમય માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જોકે તેમની ધરપકડ કરવામાં આવી નહોતી અને તેની સામે કોઈ આરોપ પણ લગાવવામાં આવ્યો નથી. તેમ છતાં મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ECBએ તેને ક્રિકેટ રેગ્યુલેટર પાસે તપાસ માટે મોકલ્યો છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કાર્સ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
આ સમગ્ર મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને કડક વલણ અપનાવ્યું છે. વૉને કહ્યું કે જો તપાસમાં કાર્સ દોષી સાબિત થાય તો એવી સજા થવી જોઈએ કે જેનાથી માત્ર કાર્સ જ નહીં, પરંતુ આખી ઈંગ્લેન્ડ ટીમને પણ મજબૂત સંદેશ મળે. તેના મતે ખેલાડીઓને મેદાનથી દૂર રાખવામાં આવે તેવી સજા સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
કાર્સની જગ્યાએ યુવા ઝડપી બોલર સોની બેકરને પાકિસ્તાન સામે લોર્ડ્સ ખાતે રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ઈંગ્લેન્ડના ખેલાડીઓના મેદાન બહારના વર્તન અંગે ફરી ચર્ચા જગાવી છે. અગાઉ પણ ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ સાથે જોડાયેલી નાઈટક્લબ અને દારૂ સંબંધિત ઘટનાઓ ચર્ચામાં રહી ચૂકી છે.
હવે તમામની નજર ક્રિકેટ રેગ્યુલેટરની તપાસ પર છે. તપાસ બાદ કાર્સ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
“It’s an awful look for the England team once again.”😳
Former England captain Michael Vaughan says there needs to be a punishment that “really hurts” the England cricket team after Brydon Carse was placed under arrest on a night out. pic.twitter.com/M5UXdMA5us
— Test Match Special (@bbctms) August 25, 2026
