
શ્રેણીની પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી શરૂ થશે જે એડિલેડમાં ડે નાઇટ હશે…
ભારતના ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સાથે ચાર મેચની ટેસ્ટ સિરીઝ પહેલા તેમની પુત્રી સાથે સહેલગાહે ગયા હતા. ઓફ સ્પિનર અશ્વિને તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં ત્રણ ખેલાડીઓ તેમના બાળકો સાથે પાર્કમાં ચાલતા નજરે પડે છે.
તસવીર શેર કરતી વખતે અશ્વિને લખ્યું, “ફાધર્સ ડે આઉટ બેબીઝ સાથે. રહાણેએ પણ આ જ ફોટો અલગ કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે જ્યારે પુજારાએ બીજો ફોટો પોસ્ટ કર્યો છે.
આ ત્રણેય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સાથેની મર્યાદિત ઓવરની શ્રેણીનો ભાગ નથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2018-19માં ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. તે શ્રેણીમાં ચેતેશ્વર પૂજારાએ ચાર મેચોમાં 521 રન બનાવ્યા હતા.
શ્રેણીની પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી શરૂ થશે જે એડિલેડમાં ડે નાઇટ હશે. આ ટેસ્ટ મેચ બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલી સ્વદેશ પરત ફરશે, અહેવાલો મુજબ, અજિંક્ય રહાણે કેપ્ટન બનશે.
ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ એડિલેડમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી કરવામાં આવશે, ભારત પ્રથમ વખત વિદેશી જમીન પર ગુલાબી બોલથી ટેસ્ટ રમવા જઈ રહ્યું છે.
View this post on Instagram
