
ત્યારે પાકિસ્તાન 90 પોઇન્ટ સાથે 5 માં સ્થાને છે….
ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર 3 મેના રોજ રિલીઝ થયેલ આઈસીસી રેન્કિંગમાં વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ બની છે. તે જ સમયે, ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમનાર હરીફ ન્યુઝીલેન્ડ બીજા નંબરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે અને ઇંગ્લેન્ડ રેન્કિંગમાં ચોથા નંબર પર છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે 3-1થી સરળ જીત નોંધાવી છે અને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડથી 120 પોઇન્ટ સાથે આગળ છે. આ અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક 2-1 ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે પાકિસ્તાન 90 પોઇન્ટ સાથે 5 માં સ્થાને છે.
નવા જાહેર કરાયેલા આઇસીસી રેન્કિંગમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને વનડેમાં પ્રથમ સ્થાને લઈ લીધું છે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ ટીમ વનડેમાં એક સ્થાન નીચે ઘટીને ત્રીજા નંબરે આવી ગઈ છે, જ્યારે ટી -20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાએ પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
