
41 રન બનાવ્યા હતા અને ટ્રેન્ટ બોલ્ટનો મોટો શોટ રમ્યા બાદ તે કેચ આઉટ થયો હતો…
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ માને છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન રીષભ પંતે થોડી વધુ હોશિયાર બેટિંગ કરી હોવી જોઇએ. ખાસ કરીને છઠ્ઠા દિવસની શરૂઆત સાથે જ, ભારતે ટૂંકા અંતરાલમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની મોટી વિકેટ ગુમાવી દીધી હતી.
પંતે 88 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા અને ટ્રેન્ટ બોલ્ટનો મોટો શોટ રમ્યા બાદ તે કેચ આઉટ થયો હતો. જે બાદ ભારતીય ઇનિંગ્સ કુલ 170 રનમાં સમેટાઇ ગઇ હતી.
પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, “હું જાણું છું કે રીષભ પંત વિસ્ફોટક રીતે ખૂબ જ સારી રીતે રમે છે. પરંતુ વિસ્ફોટક બેટિંગનો અર્થ એ નથી કે તમે મેદાન પર જાઓ અને બોલરોને મેદાનની બહાર મારવાનો પ્રયત્ન કરો. તેને થોડીક જવાબદારી ઉભા કરવાની જરૂર હતી.”
પઠાણે કહ્યું, “બીજી ઇનિંગમાં ભારતની બેટિંગ ખૂબ જ નિરાશાજનક હતી, બીજી દાવમાં બોલ કેમ એટલો આગળ વધી રહ્યો ન હતો. તેથી તેઓએ વધુ જવાબદારી સાથે બેટિંગ કરી હોવી જોઈતી હતી.”
