
ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આઈસીસી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં મોટો ફાયદો ઉઠાવ્યો છે. રુટ લગભગ છ વર્ષ બાદ ફરી એક વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર -1 બેટ્સમેન બન્યો છે. 30-વર્ષીય રૂટ, જે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆતમાં બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચમાં નંબરે હતો, તેણે હવે ત્રણ ટેસ્ટમાં 507 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન રૂટ છેલ્લે ડિસેમ્બર 2015માં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યા હતો. તે હવે તેની કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ પોઇન્ટ પર છે, 917 પોઇન્ટ્સ પર એક પોઇન્ટ ઓછો. આ દરમિયાન ભારતીય ઓપનર રોહિત શર્માએ સુકાની કોહલીને પાછળ છોડી દીધો છે.
👑 𝐀 𝐍𝐄𝐖 𝐍𝐎.𝟏 👑
England captain @root66 surges to the top spot in the @MRFWorldwide ICC Men’s Test Player Rankings for batting 👏
More on his rise 👇
— ICC (@ICC) September 1, 2021
Other changes in the @MRFWorldwide ICC Men’s Test Player Rankings for the week:
🔹 Rohit Sharma overtakes Virat Kohli
🔹 James Anderson enters top fiveDetails 👉 https://t.co/woGyneJVGk pic.twitter.com/9mFl314BS8
— ICC (@ICC) September 1, 2021
