
ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટી20 અને ટેસ્ટ શ્રેણી જીતી ચૂકેલી ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થશે. આ પ્રવાસમાં પહેલા ટેસ્ટ સિરીઝ રમાશે, જેના માટે કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટનો માથાનો દુખાવો વધશે.
આનું કારણ એ છે કે ચેતેશ્વર પૂજારા, વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે અને ઇશાંત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યાં નથી જ્યારે મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓ સારું રમીને પોતાનું સ્થાન મેળવવા માટે તૈયાર છે. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે તો દક્ષિણ આફ્રિકામાં પૂજારાની જગ્યાએ મયંકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની વાત પણ કરી છે.
પોતાની યુટ્યુબ ચેનલ ‘ખેલનીતિ’ પર વાત કરતા કરીમે કહ્યું કે ત્રીજા નંબર પર પૂજારાની જગ્યાએ બેટિંગ કરવા માટે મયંક શ્રેષ્ઠ ઉમેદવાર છે. તેણે કહ્યું, “તે ટીમ મેનેજમેન્ટે નક્કી કરવાનું છે કે કોને રમાડવું અને કોને નહીં.” પણ મયંકે મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી. આ ઓપનર રક્ષણાત્મક અને આક્રમક બંને શૈલીમાં બેટિંગ કરવામાં સક્ષમ છે.
જ્યારે કોઈ ખેલાડી 4-5 વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટ રમે છે, ત્યારે તે સ્પિનરો સાથે કેવી રીતે સ્પર્ધા કરવી તે સારી રીતે જાણે છે. તે નંબર 3 માટે સારો વિકલ્પ બની શકે છે કારણ કે તે નવા બોલ સાથે ઝડપી બોલરોનો સામનો કરી શકે છે, સાથે સાથે સ્પિનરો પર પણ હુમલો કરી શકે છે.
આ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ જોહાનિસબર્ગમાં 3 થી 7 જાન્યુઆરી 2022 દરમિયાન રમાશે અને ત્રીજી અને અંતિમ ટેસ્ટ 11 થી 15 જાન્યુઆરી 2022 દરમિયાન કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.
