
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાંચ મેચની એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે.
તેણે પ્રથમ 141 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 67 રન અને બીજા દાવમાં 31 બોલમાં 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભલે તે નિષ્ફળ ગયો હોય, પરંતુ તેણે મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની બરાબરી કરી છે. સ્મિથ ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે 3000 કે તેથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. અને આ મામલે તે ડોન બ્રેડમેનની યાદીમાં સામેલ થઈ ગયો છે.
સ્ટીવ સ્મિથ એશિઝમાં 3000 રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. એશિઝ શ્રેણીના ઈતિહાસમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર તે ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. તેના પહેલા સર ડોન બ્રેડમેન, એલન બોર્ડર અને સ્ટીવ વો આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સરેરાશની દ્રષ્ટિએ તે બ્રેડમેન પછી બીજા ક્રમે છે. સ્ટીવ સ્મિથની એવરેજ 62 છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ સામે 3000 રન બનાવનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે પોતાની કારકિર્દીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2983 રન બનાવ્યા છે. સ્મિથના દેશબંધુ ડોન બ્રેડમેન (1928–1948) 5028 રન સાથે ટોચ પર છે.
પૂર્વ કેપ્ટન સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 7મો ખેલાડી બની ગયો છે. સ્મિથે અત્યાર સુધી 81 ટેસ્ટ મેચમાં 7697 રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં વર્તમાન મુખ્ય કોચ જસ્ટિન લેંગરને પાછળ છોડી દીધા છે. પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ હાલમાં 168 ટેસ્ટ મેચમાં 13368 રન સાથે ટોપ પર છે.
Where does Steve Smith end up on this list by the end of his career #Ashes pic.twitter.com/rfsRJ0PyW2
— 7Cricket (@7Cricket) January 8, 2022
