
આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં જ્યાં ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલે છલાંગ લગાવી છે, ત્યાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને નુકસાન થયું છે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા તેના સ્થાને યથાવત છે, જ્યારે ઓપનર મયંક અગ્રવાલને પણ ફાયદો થયો છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પ્રથમ ટેસ્ટમાં સદી અને બીજી મેચમાં પ્રથમ દાવમાં અડધી સદી ફટકારનાર રાહુલે બેટિંગ રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવી છે.
બધવારના રોજ બહાર પાડવામાં આવેલી તાજેતરની ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન 915 પોઈન્ટ સાથે આગળ ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 900 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે ન્યુઝીલેન્ડનો કેપ્ટન જેના ખાતામાં 879 પોઈન્ટ છે તે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 877 પોઈન્ટ સાથે ચોથા અને ભારતનો રોહિત શર્મા 789 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર છઠ્ઠા સ્થાન પર છે. આ પછી 7મા નંબર પર શ્રીલંકાના દિમુથ કરુણારત્નેનું નામ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 8મા નંબર પર છે. દિમુથ અને બાબર બંનેમાં સુધારો થયો છે. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રન ન બનાવવાના કારણે રેન્કિંગમાં નુકસાન વેઠવું પડ્યું છે. તેના ખાતામાં 747 પોઈન્ટ છે અને તે હવે સાતમા સ્થાનેથી 9મા નંબર પર પહોંચી ગયો છે.
મયંક અગ્રવાલ 12માં સ્થાનેથી 11માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય વિકેટકીપર ઋષભ પંત 16માં સ્થાને છે. ચેતેશ્વર પૂજારા 22માં સ્થાને છે જ્યારે અજિંક્ય રહાણે 15માં સ્થાને પહોંચી ગયો છે. સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર કેએલ રાહુલ 18 સ્થાનનો સુધારો કરીને 31મા સ્થાને પહોંચી ગયો છે.
