
ક્રાઈસ્ટચર્ચ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને છે. આ ટેસ્ટ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરની છેલ્લી ટેસ્ટ છે.
તેણે શ્રેણી પહેલા જાહેરાત કરી હતી કે શ્રેણીની છેલ્લી ટેસ્ટ તેની છેલ્લી હશે. આવી સ્થિતિમાં, ક્રાઈસ્ટચર્ચમાં ટોસ પછી જ્યારે ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવી, તો આ દરમિયાન રોસ ટેલરની આંખોમાં આંસુ આવી ગયા. ન્યૂઝીલેન્ડ તરફથી લાંબા સમય સુધી ક્રિકેટ રમનાર ટેલર ભાવુક જોવા મળ્યો હતો. તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
રોસ ટેલરની ટેસ્ટ કારકિર્દી:
મેચ: 112
રન: 7656
સરેરાશ: 44
સદીઓ : 19
પચાસ: 35
બેવડી સદી : 3
તમને જણાવી દઈએ કે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે તોફાની શરૂઆત કરી હતી. પહેલા રમતા ન્યૂઝીલેન્ડે કેપ્ટન ટોમ લાથમના 186 અને ડ્વેન કોનવેના 99 રનની મદદથી 349 રન બનાવ્યા હતા. લાથમ અને કોનવેએ ટેસ્ટના પહેલા જ દિવસે બાંગ્લાદેશના તમામ બોલરોને માત આપી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી.
One last Test…@RossLTaylor #NZvBAN #CricketNation pic.twitter.com/UG8uQ51AKL
— BLACKCAPS (@BLACKCAPS) January 7, 2022
