
ચહલે ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવર દરમિયાન 89 રન ખર્ચ્યા હતા…
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ચહલ આ મેચમાં સૌથી વધુ રન ખર્ચ કરનાર ત્રીજા ભારતીય બોલરની યાદીમાં આવ્યો છે.
આ સૂચિમાં ભુવનેશ્વર પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને વિનય કુમારનું નામ છે. ભુવનેશ્વરે 2015 માં મુંબઇ સામે દક્ષિણ આફ્રિકા સામે 106 રન આપ્યા હતા. જ્યારે વિનય કુમારે વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવરમાં 102 રન આપ્યા હતા.
હવે ચહલનું નામ પણ ત્રીજા સ્થાને સામેલ થઈ ગયું છે. ચહલે ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવર દરમિયાન 89 રન ખર્ચ્યા હતા.
ત્યારબાદ તેણે પિયુષ ચાવલાનો રેકોર્ડ તોડીને ઇંગ્લેન્ડ સામે 88 રન આપ્યા હતા. પીયુષ ચાવલાએ 2008 માં ઢાકાના મેદાન પર પાકિસ્તાન સામે 85 રન ખર્ચ્યા હતા. આજે તેણે ઓસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ તોડ્યો અને 10 ઓવરમાં 89 રન આપ્યા.
