ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 40 વર્ષનો વનડે ઇતિહાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે…
27 નવેમ્બરથી બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 40 વર્ષનો વનડે ઇતિહાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલની વનડે સિરીઝની મેચ 27 નવેમ્બરના રોજ સિડનીમાં, 29 નવેમ્બરના રોજ સિડનીમાં અને 2 ડિસેમ્બરે કેનબેરામાં રમાશે. બંને દેશો વચ્ચે પહેલી વનડે મેચ 6 ડિસેમ્બર 1980 ના રોજ મેલબોર્નમાં રમાઈ હતી, જે આશ્ચર્યજનક રીતે ભારતે 66 રનથી જીતી હતી જ્યારે તે સમયે ભારતીય ટીમને વનડેની દ્રષ્ટિએ નબળી ટીમ માનવામાં આવતી હતી.
બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 140 મેચ રમવામાં આવી છે, જેમાં ભારતે 52 મેચ જીતી છે, 78 હારી છે અને 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. વનડે ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમવામાં ભારત મોખરે છે. ભારતે 987 મેચ રમી છે, 513 જીતી છે, 424 હારી છે, ટાઇ 9 અને 41 નું પરિણામ આવ્યું નથી.
આ ક્રમમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા 952 મેચ રમ્યું છે, 577 જીત્યું છે, 332 હારી ગયું છે, ટાઇ 9 અને 34 નું પરિણામ આવ્યું નથી.