કપિલ અને ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે અત્યાર સુધી બે વાર વનડે વર્લ્ડ કપ જીત્યો છે…
જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલદેવે ‘કપિલ ઇલેવન’ વનડે ટીમની પસંદગી કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ ખેલાડી એમએસ ધોનીની જગ્યા લઈ શકશે નહીં. કપિલ દેવની કપ્તાની હેઠળ 1983 માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો હતો અને આ બીજી વખત હતો જ્યારે ટીમ ઇન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાની હેઠળ 28 વર્ષ બાદ 2011 માં આ સફળતા મેળવી હતી. કપિલ અને ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે અત્યાર સુધી બે વાર વનડે વર્લ્ડ કપ જીત્યો છે.
કપિલ દેવે એક ચેટ શોમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેણે અભિનેત્રી નેહા ધૂપિયા સાથે વાત કરતી વખતે કપિલ ઇલેવનની પસંદગી કરી હતી. નેહાએ કપિલને કહ્યું કે જો તે કપિલ ઇલેવનની પસંદગી કરે છે, તો તે તેની ટીમમાં કયા ખેલાડીઓની પસંદગી કરશે.
કપિલે ત્યારબાદ સ્ટાર ક્રિકેટરોથી ભરેલી વનડે ટીમની પસંદગી કરી જેમાં એમએસ ધોનીને વિકેટકીપર-બેટ્સમેન તરીકે સમાવવામાં આવ્યો. તેની ટીમમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડનો સમાવેશ કર્યો હતો, ત્યારબાદ કપિલે તેની ટીમમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન અને વર્તમાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ કર્યો હતો.
View this post on Instagram
કપિલ દેવની ‘કપિલ ઇલેવન’ વનડે ટીમ-
સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, યુવરાજ સિંઘ, એમએસ ધોની, અનિલ કુંબલે, હરભજન સિંઘ, ઝહીર ખાન, શ્રીનાથ, જસપ્રીત બુમરાહ.