
મર્યાદિત ઓવર્સ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ યોજાશે…
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયન પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ પ્રવાસ માટે યુએઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ટીમ ઈન્ડિયાના આ પ્રવાસ પર ત્રણ વનડે અને ટી 20 શ્રેણી રમવાની છે. આ પછી ચાર ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાશે. આ ચાર મેચની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેથી શ્રેણીની શરૂઆત થશે. પહેલી વનડે 27 નવેમ્બરના રોજ રમાશે. આ પછી, બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી વનડે 2 ડિસેમ્બરે રમાશે. વનડે સિરીઝ બાદ ટી -20 શ્રેણી 4 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટી 20, 4 ડિસેમ્બરે, બીજી મેચ 6 ડિસેમ્બરે અને ત્રીજી ટી 20 મેચ 8 ડિસેમ્બરે રમાશે.
મર્યાદિત ઓવર્સ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ યોજાશે. પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં 17 ડિસેમ્બરથી રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે, જે પિંક બોલથી રમવામાં આવશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાશે.
#TeamIndia is BACK!
Let’s embrace the new normal
#AUSvIND pic.twitter.com/csrQ3aVv21
— BCCI (@BCCI) November 11, 2020

