
1974 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર જેકમેને 1983 માં છેલ્લી મેચ રમી હતી..
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કમેંટેટર્સ રોબિન જેકમેનનું દક્ષિણ આફ્રિકામાં 75 વર્ષની વયે અવસાન થયું. આઇસીસીએ તેની પુષ્ટિ કરી છે. જેકમેનનો જન્મ ભારતમાં થયો હતો. તેને ગળામાં કેન્સર હતું.
ઇંગ્લેન્ડની ટીમ માટે ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા જેકમેનનો જન્મ 13 ઓગસ્ટ 1945 ના રોજ સિમલામાં થયો હતો. બાદમાં તે ઇંગ્લેન્ડ ગયો હતો જ્યાં તેણે 1966 અને 1982 વચ્ચે 399 પ્રથમ-વર્ગની મેચોમાં 1402 વિકેટ લીધી હતી.
રોબિન જેકમેનની પ્રથમ વર્ગની કારકિર્દી અદભૂત રહી છે. આ સિવાય તેણે ઇંગ્લેન્ડ તરફથી 4 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. 1974 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર જેકમેને 1983 માં છેલ્લી મેચ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમમાંથી નિવૃત્તિ લીધા પછી, જેકમેન તેની પત્ની સાથે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો, જ્યાં તેણે વિવેચક તરીકે નોંધપાત્ર પ્રસિદ્ધિ મેળવી.
આઇસીસીએ પોતાના નિવેદનમાં તેમના નિધન પર દુખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, ’75 વર્ષ ની ઉંમરે અવસાન પામેલા દિગ્ગજ કમેંટેટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર રોબિન જેકમેનનું મોત જાણીને દુખ થાય છે.
