
અકમાલ પર ભ્રષ્ટાચાર વિરોધી કોડના ભંગ બદલ 2020માં પ્રતિબંધ મૂક્યો હતો….
પાકિસ્તાનના વિવાદિત બેટ્સમેન ઉમર અકમલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને 45 લાખ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે, જેનાથી તે હવે બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના પુનર્વસન કાર્યક્રમમાં ભાગ લેવા માટે હકદાર બનશે. પીસીબીના સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે સ્પોર્ટસ ટ્રિબ્યુનલ દ્વારા અકમાલને આપવામાં આવેલ પેનલ્ટી પીસીબીમાં જમા કરાઈ છે. પીસીબી અને અકમલ દ્વારા ફેબ્રુઆરીમાં દાખલ કરાયેલા કેસોની સુનાવણી દરમિયાન સ્પોર્ટસ ટ્રિબ્યુનલે આ દંડ બેટ્સમેન પર લાદ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઓમરે 45 લાખ રૂપિયાની આખી રકમ બોર્ડ પાસે જમા કરાવી દીધી છે, એટલે કે હવે તે બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. જોકે, તેની ક્રિકેટ કારકિર્દી ફરી શરૂ થવા માટે તેણે થોડી વધુ રાહ જોવી પડશે. અગાઉ બોર્ડે અક્મલની હપ્તામાં રૂ 45 લાખની રકમ જમા કરવાની વિનંતીને નકારી હતી. અકમલ પર ભ્રષ્ટાચાર વિરોધી કોડના ભંગ બદલ 2020માં પ્રતિબંધ મૂક્યો હતો.
