
મુલાકાતી ટીમે પાંચ મેચની વનડે શ્રેણીમાં યજમાનોને 3-2થી હરાવ્યો હતો….
દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. શ્રીલંકા દક્ષિણ આફ્રિકા વચ્ચેના આ પ્રવાસમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી હશે.
આ પ્રવાસ 2 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે, તમામ મેચો કોલંબોના આર. તે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. વનડે શ્રેણી 2 થી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે જ્યારે ટી-20 શ્રેણી 10 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાના કાર્યકારી સીઈઓ ફોલેત્સી મોસેકીએ જણાવ્યું હતું કે, અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમ ટી-20 વર્લ્ડ કપ પહેલા શ્રીલંકાનો પ્રવાસ કરશે.
છેલ્લી વખત દક્ષિણ આફ્રિકાએ 2018માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો જ્યાં મુલાકાતી ટીમે પાંચ મેચની વનડે શ્રેણીમાં યજમાનોને 3-2થી હરાવ્યો હતો જ્યારે શ્રીલંકાએ એકમાત્ર ટી-20 મેચ જીતી હતી.
CONFIRMED
The #Proteas will travel to Sri Lanka for 3 ODIs and 3 T20Is from 2-14 September.
All matches will be played at the Premadasa in Colombo#SRIvSA #ThatsOurGame pic.twitter.com/mhJu78OKTK
— Cricket South Africa (@OfficialCSA) July 30, 2021

CONFIRMED
The
All matches will be played at the Premadasa in Colombo