
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેને તેની ફિટનેસ પાછી મેળવવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે પંડ્યા વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે જો હાર્દિકે ત્રણેય ફોર્મેટમાં રમવું હોય તો તેણે પોતાના શરીર પર કામ કરવું પડશે. જો તેઓ તેના સ્નાયુઓ વધારશે તો તે તેના માટે સારું રહેશે. તેણે કહ્યું, કે જ્યારે તે એનસીએમાં રહીને પોતાની ઉપર કામ કરવું જોઈએ.
સલમાને તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર બીસીસીઆઈના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, તે સારો નિર્ણય છે. હાર્દિકે થોડો સ્નાયુ બનાવવો જોઈએ. તાલીમની સાથે તેણે સારો આહાર લેવો જોઈએ જેથી તે ત્રણેય ફોર્મેટમાં રમી શકે. આટલા સ્લિમ બોડી સાથે ત્રણેય ફોર્મેટ રમવું તેના માટે પડકારજનક રહેશે.
IPL 2021માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ પછી, તેણે ટી-20 વર્લ્ડ કપ 2021માં 3 ઈનિંગ્સમાં 69 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 35 રન હતો.
પંડ્યાએ પ્રેક્ટિસ મેચ અને પાકિસ્તાન સામેની મેચમાં બોલિંગ કરી ન હતી. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે તેણે બોલિંગ કરી હતી પરંતુ માત્ર ચાર ઓવર નાંખી હતી. ચાર ઓવરમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. છેલ્લી બે મેચમાં તેણે ફરીથી બોલિંગ કરી ન હતી. તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી.
