
વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે..
કોઈ પણ મેચ હોઈ વિકેટકીપર ખુબજ મહતપૂર્ણ રોલ અદા કરે છે. આ લેખમાં પાંચ વિકેટકીપર વિશે જાણીશું જેમણે સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો.
મહેન્દ્રસિંહ ધોની –
ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્રસિંહ ધોનીએ તેની 14 વર્ષની ક્રિકેટ કારકીર્દિમાં ભારતને ઘણી મોટી ટ્રોફી આપી છે. ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે ટી-20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી સહિત તમામ મોટી આઇસીસી ટૂર્નામેન્ટ્સ કબજે કરી લીધી છે. ધોનીએ અત્યાર સુધીમાં 77 વન-ડે સિરીઝ હેઠળ 335 વન-ડે મેચ રમી છે, જેમાં તેને 7 વખત મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો છે. આ અર્થમાં, તે વિકેટકીપર બેટ્સમેન છે જેણે સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ ટાઇટલ જીત્યું છે.
કુમાર સંગાકારા –
વિકેટકીપર બેટ્સમેન અને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાની 15 વર્ષની કારકિર્દીની ઉત્સાહપૂર્ણ કારકિર્દી રહી છે. ટેસ્ટ ઉપરાંત વન ડે ક્રિકેટ કારકિર્દીની વાત કરતા સંગાકારા પણ વનડેના શ્રેષ્ઠ બેટ્સમેન હતા. સંગાકારાએ 404 વનડેમાં 14,234 રન સાથે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ધોની પછી સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ સંગાકારા પાસે છે, તેણે 90 વનડે સિરીઝમાં 5 વખત મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો છે.
મુશફિકુર રહીમ –
બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે 2006-2018 દરમિયાન 59 વનડે સિરીઝની 198 મેચોમાં ભાગ લીધો હતો, જેમાં તે 4 વખત મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
ક્વિંટન ડી કોક –
દક્ષિણ આફ્રિકાના ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. બેટિંગ સિવાય ડેકોક વિકેટ પાછળ એક ઉત્તમ વિકેટકીપર છે, જે હાલમાં ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. 2013માં વનડે ડેબ્યૂ કરનાર ડે કોકને 27 વનડે શ્રેણીની 98 મેચોમાં ત્રણ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો છે.
એડમ ગિલક્રિસ્ટ –
ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટને મેન ઓફ સિરીઝ એવોર્ડ પણ છે. તેની કારકીર્દિમાં 12 વર્ષ સુધી, ગિલક્રિસ્ટે 53 વનડે શ્રેણીની 287 મેચોમાં ભાગ લીધો હતો.
