
ન્યુઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા 49 રને હાર્યું હતું…
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ખુલાસો કર્યો છે કે 2011ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ તેને અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 2011 વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા 49 રને હાર્યું હતું.
તે સમયે તેની કારકિર્દીની માત્ર 10મી મેચ રમીને ડુપ્લેસિસ બેટિંગ કરવા આવ્યો જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેની ચાર વિકેટ 121 રનથી ગુમાવી દીધી હતી. તે સમયે એબી ડી વિલિલિયા 35 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને ડુપ્લેસિસ તેનો ટેકો આપવા આવ્યો હતો. જોકે, ડી વિલિયર્સ આઉટ થયો હતો. ડુપ્લેસિસે ક્રિકઇંફોને કહ્યું, તે મેચમાં હારી ગયા બાદ મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી. મારી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી.
