શુક્રવારે પોતાના નિર્ણય અંગે સીએસકે ટીમ મેનેજમેન્ટને માહિતી આપી છે….
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ને વધુ એક મોટો આંચકો મળી શકે છે. સુરેશ રૈના બાદ ટીમના અન્ય સિનિયર ખેલાડી વ્યક્તિગત કારણોને લીધે આઈપીએલની 13 મી સીઝનમાંથી ખસી જવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. સમાચાર આવી રહ્યા છે કે ભજ્જી આઈપીએલ 2020 થી પીછેહઠ કરી ચૂક્યા છે. ભજ્જીએ વ્યક્તિગત કારણોને લીધે આઈપીએલની 13 મી સીઝનમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે.
એનડીટીવી વેબસાઇટ અનુસાર ભજ્જીએ શુક્રવારે પોતાના નિર્ણય અંગે સીએસકે ટીમ મેનેજમેન્ટને માહિતી આપી છે. જોકે, ભજ્જી કે સીએસકે તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભજ્જી ટીમ સાથે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) માટે રવાના ન થયા, તે પછીથી ટીમમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
સુરેશ રૈના ટીમ સાથે દુબઈ પહોંચ્યો હતો, પરંતુ બે ખેલાડીઓ સહિત 13 સીએસકે સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ રૈનાએ વ્યક્તિગત કારણો દર્શાવીને આઈપીએલ 2020 થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો અને દુબઈથી ભારત પરત ફર્યો.