ધોનીના આ નવા દાઢી લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો…
આઈપીએલની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે. અબુધાબીમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ધોની 437 દિવસ બાદ ક્રિકેટના મેદાન પર દેખાયો હતો. મેચમાં ધોની નવા અવતારમાં જોવા મળ્યો હતો. ધોનીના આ નવા દાઢી લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો અને ધોનીની પત્ની સાક્ષીએ પણ સોશિયલ મીડિયા પર ધોનીના લુક પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી.
સાક્ષીએ ધોનીના નવા લુક પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં સાક્ષીએ ધોનીના નવા અવતાર પર ‘હે હેન્ડસમ’ લખ્યો હતો. દરેક મોટી ક્રિકેટ ઇવેન્ટ પહેલા ધોની પોતાનો દેખાવ બદલી નાખે છે. ધોનીનો લુક તેના ફેન્સ માટે દર વખતે આશ્ચર્યજનક છે. ધોનીના લુક પર તેના ચાહકો સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે હંમેશાં સોશિયલ મીડિયા પર ફાર્મ હાઉસની તસવીરો પોસ્ટ કરતી રહે છે. સાક્ષીએ છેલ્લા દિવસોમાં નવી કારની તસવીરો પોસ્ટ કરી હતી અને તે તેની પુત્રીની ઘણી તસવીરો ધોની સાથે પણ શેર કરતી હતી.