
અગાઉ સીએસકે અને આરસીબી વચ્ચે 2018 આઈપીએલ મેચમાં પણ 33 છગ્ગા લગાવ્યા હતા…
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચ દરમિયાન બંને ટીમોએ 33 સિક્સર ફટકારી હતી. ટ્વેન્ટી -20 ક્રિકેટની દ્રષ્ટિએ આ પાંચમો સૌથી મોટો રેકોર્ડ છે. આ સાથે ચેન્નઈ સુપર કિંગ્સે પણ આઈપીએલ મેચમાં સૌથી વધુ સિક્સર લગાવવાના રેકોર્ડની બરાબરી કરી હતી. આ અગાઉ સીએસકે અને આરસીબી વચ્ચે 2018 આઈપીએલ મેચમાં પણ 33 છગ્ગા લગાવ્યા હતા. ચાલો રેકોર્ડ જોઈએ…
આઈપીએલની મેચમાં સૌથી વધુ સિક્સર:
33 આરઆર વિ સીએસકે 2020
33 આરસીબી વિ સુપર કિંગ્સ 2018
31 સુપર કિંગ્સ વિ કેકેઆર, 2018
31 કિંગ્સ ઇલેવન પંજાબ વિ કેકેઆર, 2018
30 રાજસ્થાન વિ સુપર કિંગ્સ, 2010

રાજસ્થાન ટીમ તરફથી સિક્સર:
4 સ્ટીવ સ્મિથ
9 સંજુ સેમસન
4 જોફ્રા આર્ચર
ચેન્નઈ ટીમ તરફથી સિક્સર:
4 શેન વોટસન
7 ફાફ ડુ પ્લેસીસ
2 સેમ કુરાન
3 મહેન્દ્રસિંહ ધોની
