
રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યો છે…
ટીમ ઈન્ડિયાએ કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે 3 વિકેટથી જીતી લીધી. આ મેચમાં દીપક ચહરે પોતાની વિસ્ફોટક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું હતું. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ભારતીય ટીમની જીત પછીનો છે જ્યાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં દ્રવિડ કહે છે કે લંકાએ અમને દબાણમાં મુક્યું પરંતુ અમે તેની ભાષામાં તેનો જવાબ આપ્યો. તમે બધાંએ સરસ કામગીરી બજાવી.
દ્રવિડની આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેને જોરદાર શેર પણ કરી રહ્યાં છે. જો તમને ખબર નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન એક રમુજી ઘટના પણ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ભારતીય ઇનિંગ દરમિયાન દીપક ચહરે પોતાની અડધી સદી પૂર્ણ કરતાંની સાથે જ ડ્રેસિંગ રૂમથી ડગઆઉટ સુધી દોડતા જોવા મળ્યા હતા.
From raw emotions to Rahul Dravid’s stirring dressing room speech
@28anand & @ameyatilak go behind the scenes to get you reactions from #TeamIndia‘s
thrilling win over Sri Lanka in Colombo
![]()
#SLvIND
DO NOT MISS THIS!
Full video
![]()
https://t.co/j2NjZwZLkk pic.twitter.com/iQMPOudAmw
— BCCI (@BCCI) July 21, 2021


thrilling win over Sri Lanka in Colombo
