
આઈપીએલમાં હરભજન સિંહનો રેકોર્ડ મહાન છે….
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 14 મી સીઝનમાં ભારતીય ટીમનો ઓફ સ્પિનર હરભજન સિંહ નવી ટીમમાં રમવા આવ્યો છે. હરભજનસિંહે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી ડેબ્યુ કર્યુ છે. ભજ્જીએ આઈપીએલમાં ત્રીજી ટીમ માટે પ્રવેશ કર્યો છે. આ અગાઉ તે બે ફ્રેન્ચાઇઝી સાથે રમ્યો છે અને ટાઇટલ પણ જીત્યું છે. આઈપીએલમાં હરભજન સિંહનો રેકોર્ડ મહાન છે.
ગયા વર્ષે હરભજન સિંહ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, પરંતુ તે છેલ્લી ક્ષણે ટીમ સાથે યુએઈની યાત્રા નહોતો કર્યો, કારણ કે અગાઉની આઈપીએલ યુએઈની ધરતી પર રમવામાં આવી હતી. આ પછી, તેમને સીએસકે ફ્રેન્ચાઇઝ દ્વારા ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં હરભજનસિંહે હરાજીમાં પોતાનું નામ મૂક્યું, ત્યારબાદ કોલકાતાની ફ્રેન્ચાઇઝિએ તેના પર બોલી લગાવી અને તેને બેઝ પ્રાઈસમાં જ ઉમેર્યો.
આ અગાઉ તે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. આ તેની આઈપીએલની ત્રીજી ટીમ છે. હરભજન સિંઘ લગભગ 600 દિવસ પછી આઈપીએલ મેચ રમવા માટે ઉતર્યો છે.
હરભજન સિંઘની આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં છે. તેણે અત્યાર સુધીમાં 161 આઈપીએલ મેચમાં 150 વિકેટ ઝડપી છે.
