દિલ્હી કેપિટલ્સ સામે એકમાત્ર મેચ રમતી વખતે ઇશાંતને પેટના સ્નાયુમાં ઈજા થઈ હતી…
દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે ટીમના પ્રથમ 2 આઈપીએલ મેચમાંથી બહાર રહેલા અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને હળવા હીલની ઈજા થઈ છે. આઈપીએલની હરાજી પહેલા ઇશાંતને દિલ્હીની ટીમે જાળવી રાખ્યો હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે ટીમની શરૂઆતી બે મેચમાં રમ્યો ન હતો, જેના કારણે યુવા ઝડપી બોલર અવવેશ ખાનને પ્લેઇંગ ઇલેવનમાં પ્રવેશ મળ્યો હતો.
ગુરુવારે રાત્રે રોયલ્સ સામે ટીમની ત્રણ વિકેટથી પરાજિત થયા બાદ પોન્ટિંગે ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “પ્રથમ મેચની વાત કરીએ તો ઇશાંત શર્માને હીલની સામાન્ય ઇજા થઈ હતી અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ.” ગયા સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે એકમાત્ર મેચ રમતી વખતે ઇશાંતને પેટના સ્નાયુમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે યુએઈમાં આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમ્યો ન હતો.
ઇશાંતની ગેરહાજરીમાં આવેશને રમવાની તક મળી અને તેણે બે મેચમાં પાંચ વિકેટ લઈ પોટિંગને પ્રભાવિત કર્યા. પોન્ટિંગે કહ્યું, “તેણે તકનો પૂરો લાભ લીધો.” છેલ્લા કેટલાક વર્ષોથી તે ટીમનો ભાગ છે પરંતુ તેને તકો મળી રહી ન હતી.