IPL 2023 ની 41મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કર્યો. ચેપોકમાં રવિવારે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં પંજાબનો 4 વિકેટે વિજય થયો હતો.
201 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબે છેલ્લા બોલે જીત મેળવી હતી. ચેન્નાઈના સુકાની મહેન્દ્ર સિંહ ધોની નજીકની મેચમાં હાર બાદ નિરાશ દેખાયો હતો. તેણે મેચ બાદ તેના બોલરોની ક્લાસ લીધી. ધોનીએ કહ્યું કે વચ્ચેની ઓવરોમાં અમારી બે ઓવર સારી ન હતી અને બોલરોને ખબર હોવી જોઈએ કે ક્યાં બોલિંગ કરવી.
તમને જણાવી દઈએ કે એક સમયે પંજાબની ટીમ મેચમાં પાછળ જોવા મળી રહી હતી. 15મી ઓવરના અંતે પંજાબનો સ્કોર 129/3 હતો. પરંતુ તુષાર દેશપાંડેએ 16મી ઓવરમાં 24 અને રવિન્દ્ર જાડેજાએ 17મી ઓવરમાં 17 રન આપ્યા હતા. અહીંથી પીબીકેએસનો દબદબો રહ્યો અને મેચ મોમેન્ટમ ધોની બ્રિગેડના હાથમાંથી સરકી જતી રહી.
પંજાબ સામે હાર્યા બાદ ધોનીએ કહ્યું કે, અમે વચ્ચેની ઓવરોમાં બે ખરાબ ઓવર ફેંકી હતી. બોલરોને ખબર હોવી જોઈએ કે ક્યાં બોલિંગ કરવી. સ્પષ્ટ હતું કે હવે બેટ્સમેનો મોટા શોટ મારવાની કોશિશ કરશે.
ધોનીએ બેટ્સમેનોને સલાહ પણ આપી હતી. તેણે કહ્યું કે અમારા બોલરો અત્યારે ઓછા અનુભવી છે અને આવી સ્થિતિમાં બેટ્સમેનોએ તેની ભરપાઈ કરવી પડશે. તેણે કહ્યું, “અમે અમારી બેટિંગ દરમિયાન 10-15 વધુ રન બનાવી શક્યા હોત. અમારા બોલરો હજુ યુવાન છે. તેને થોડા વધુ અનુભવની જરૂર છે.”