બીસીસીઆઈએ મંગળવારે આઈપીએલની 2023-2027 સીઝન માટે મીડિયા રાઈટ્સ ટેન્ડર રજૂ કર્યા હતા, જેમાં 50,000 કરોડ રૂપિયાની કમાણી થવાની અપેક્ષા છે.
બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત બીસીસીઆઈ નવા બિડર્સ માટે ઈ-ઓક્શનની વ્યવસ્થા કરશે અને તે 12 જૂનથી શરૂ થશે.
શાહે ટ્વીટ કર્યું, “બે નવી ટીમો, વધુ મેચો, વધુ સ્થળો અને વધુ વ્યસ્તતા સાથે, અમે IPLને નવી અને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માંગીએ છીએ. મને કોઈ શંકા નથી કે આ પ્રક્રિયાથી માત્ર મહત્તમ આવક જ નહીં પરંતુ તેની કિંમત પણ વધારશે, જેનાથી ભારતીય ક્રિકેટને ઘણો ફાયદો થશે.
Disney Plus Hotstar એ ભારતમાં IPLનું એકમાત્ર લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. ગુજરાત અને લખનૌ ફ્રેન્ચાઈઝીના સમાવેશ સાથે આઈપીએલ મેચોની સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે. આ હરાજીમાં ઉગ્ર બિડિંગ સ્પર્ધા તરફ દોરી જાય તેવી શક્યતા છે કારણ કે સેગમેન્ટમાં હવે Zee-Sony અને Reliance Viacom 18 પણ સામેલ છે.
BCCI એમેઝોન પ્રાઇમ, મેટા અને યુટ્યુબ પાસેથી ડિજિટલ સ્પેસ માટે આક્રમક બિડ્સની અપેક્ષા રાખે છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઈનવિટેશન ફોર ટેન્ડર (આઈટીટી)’માં ઉલ્લેખિત વિગતવાર નિયમો અને શરતો GST સિવાય 25 લાખ રૂપિયાની બિન-રિફંડેબલ ફીની ચુકવણી પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ITT 10 મે સુધી ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે આઈપીએલના પ્રસારણના ટીવી અધિકારો હાલમાં સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે.