ડેવિડ હસીનું માનવું છે કે તેની મજબૂત બાજુ તેની બોલિંગ છે…
આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સના માર્ગદર્શક ડેવિડ હસીએ બોલર સુનિલ નારાયણને વિશ્વનો શ્રેષ્ઠ ટી 20 બોલર ગણાવ્યો છે. ડેવિડ હસીના કહેવા પ્રમાણે, સુનીલ નારાયણ સંજોગો ગમે તે હોય, તે વિશ્વનો શ્રેષ્ઠ ટી 20 બોલર છે.
પીટીઆઈ સાથે વાત કરતાં ડેવિડ હસીએ કહ્યું હતું કે “સુનીલ નરેન વિશ્વનો શ્રેષ્ઠ ટી 20 બોલર છે. તે કોઈપણ સ્થિતિમાં એક મહાન ખેલાડી છે. અમારા માટે સારી વાત એ છે કે તે કેકેઆરની ટીમનો ભાગ છે અને તેને સંભાળવું ખૂબ મુશ્કેલ રહેશે.”
સુનીલ નારાયણ કેકેઆર જોડે છેલ્લા ઘણા સમયથી ફ્રેન્ચાઇઝી માટે રમે છે. તે કેકેઆર તરફથી આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર છે. તેણે 110 મેચમાં અત્યાર સુધીમાં 122 વિકેટ ઝડપી છે. તે ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. સુનિલ નારાયણ ઘણી વખત ટીમ માટે ઓપન પણ કર્યું છે, પરંતુ ડેવિડ હસીનું માનવું છે કે તેની મજબૂત બાજુ તેની બોલિંગ છે.
ડેવિડ હસીએ કહ્યું:
સુનીલ નારાયણ એવો બોલર છે કે જ્યારે વિરોધી ટીમ સારી લયમાં જોવા મળી રહી છે, ત્યારે કેપ્ટન દિનેશ કાર્તિક તેમને બોલિંગ માટે બોલાવશે. મને વિશ્વાસ છે કે સુનીલ નારાયણ આવા પ્રસંગો પર વધુ સારું પ્રદર્શન કરશે 9 વર્ષથી સુનીલ નારાયણ કેકેઆર ટીમનો ભાગ છે
સુનીલ નારાયણ 2012 ની આઈપીએલ સીઝનથી કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમનો ભાગ છે. આ જ સિઝનમાં, કેકેઆરએ પ્રથમ વખત આઈપીએલ જીત્યું અને તેમાં સુનીલ નારાયણનો મોટો ફાળો હતો. તે પછી કેકેઆરએ 2014 આઇપીએલમાં ટાઇટલ જીત્યું હતું.
કોલકાતાની ટીમ આ આઇપીએલ સીઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને જોરદાર તાલીમ લઈ રહ્યું છે. આ સીઝનમાં કેકેઆરની પહેલી મેચ 23 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સામે છે.