હું આગામી છ દિવસ માટે, હોટેલમાં સત્તાવાર અલગ રહેવા માટે તૈયાર છું…
દિલ્હી કેપિટલ્સ (ડીસી) ના મુખ્ય કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ દુબઈ પહોંચી ગયા છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી 13મી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે ગુરુવારે અહીં પહોંચ્યા અને તે પછી તરત જ તે છ દિવસની ફરજિયાત અલગતા પર ગતા રહ્યા છે.
અહીં પહોંચ્યા પછી 45 વર્ષીય પોન્ટિંગે ટિ્વટ કરી જણાવ્યું કે, હું આગામી છ દિવસ માટે, હોટેલમાં સત્તાવાર અલગ રહેવા માટે તૈયાર છું.
My view for the next 6 days, hotel quarantine is officially underway. pic.twitter.com/gsH191DBvN
— Ricky Ponting AO (@RickyPonting) August 27, 2020
આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાથી રવાના થતાં લખ્યું હતું કે ‘આ મુશ્કેલ સમયમાં પરિવાર છોડવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ હવે પછીનો સ્ટોપ દુબઈ હશે.’
Really hard to leave my family behind at this time, but next stop Dubai. See you soon @delhicapitals pic.twitter.com/NKfE3JtLeY
— Ricky Ponting AO (@RickyPonting) August 26, 2020
વિશ્વવ્યાપી કોવિડ -19 રોગચાળાના સંકટને ધ્યાનમાં રાખીને આ વખતે યુએઇમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફ 23 ઓગસ્ટે જ યુએઈ પહોંચ્યા હતા.