ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે લીગમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને દરેક ટીમે 14-14 મેચ રમવાની છે. આ વખતે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સ ટીમ મુંબઈ, કોલકાતા, રાજસ્થાન અને લખનૌ સુપરજાયન્ટ્સની સાથે ગ્રુપ Aમાં છે.
દિલ્હીએ આ વખતે માત્ર ચાર ખેલાડીઓ રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને ઓનરીક નોકિયાને જાળવી રાખ્યા હતા.
દિલ્હી IPL 2022ની શરૂઆત 27 માર્ચે મુંબઈ સામેની મેચથી કરશે. આ પછી, તેઓ 2 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ, 7 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ, 10 એપ્રિલે કોલકાતા, 16 એપ્રિલે આરસીબી, 20 એપ્રિલે પંજાબ, 22 એપ્રિલે રાજસ્થાન, 28 એપ્રિલે કોલકાતા, 1 મેના રોજ લખનૌ, 5 મેના રોજ સનરાઈઝર્સ. હૈદરાબાદ 8 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ, 11 મેના રાજસ્થાન, 16 મેના રોજ પંજાબ અને 21 મેના રોજ મુંબઈ સામે ટકરાશે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર અજીત અગરકરને દિલ્હીની ટીમે પ્રથમ વખત સહાયક કોચ તરીકે જોડ્યો છે. જેમ્સ હોપ ઝડપી બોલિંગ કોચ છે જ્યારે મુખ્ય કોચ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના હાથમાં છે.
The One With DC's #IPL2022 Fixtures 💙
Tell us which league stage fixture are you looking forward to the most 🤩💬#YehHaiNayiDilli pic.twitter.com/1hB99Abl3N
— Delhi Capitals (@DelhiCapitals) March 6, 2022
IPL 2022 માં દિલ્હીની સંપૂર્ણ ટીમ:
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, શાર્દુલ ઠાકુર, મુસ્તાફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબ્બર, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, કેએસ ભરત, મનદીપ સિંહ, ખલીલ અહેમદ, ચેતન સાકરિયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધૂલ, રોવમેન પોવેલ, પ્રવીણ દુબે, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ અને વિકી ઓસ્તવાલ.