બ્રેન્ડન મેક્કુલમ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કોચિંગ સફર શરૂ કરવા માટે તૈયાર છે, કારણ કે તેણે IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને તેમના મુખ્ય કોચ તરીકે પદ છોડવા વિશે જાણ કરી છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે તેમની જવાબદારી સંભાળવાની અફવાઓ વચ્ચે, કેકેઆરના દિગ્ગજ ખેલાડીએ તેમના નિર્ણયની જાણ મેનેજમેન્ટને કરી છે. આમ તેની આઈપીએલ 2022 સીઝન કેકેઆર સાથેની તેની છેલ્લી સીઝન હશે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો ખુલાસો થયો છે કે બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના નવા હેડ કોચ બનવા માટે તૈયાર છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમ જેની પાસે 101 ટેસ્ટ મેચોનો અનુભવ છે તે હાલમાં તેની IPL પ્રતિબદ્ધતાઓ માટે ભારતમાં છે. KKRના સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “તેમણે અમને જાણ કરી હતી કે તે હવે KKRનો ભાગ રહેશે નહીં, કારણ કે તે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ તરીકે સેવા આપશે. તેણે અમને થોડા દિવસો પહેલા એક ટીમ મીટિંગ દરમિયાન જાણ કરી હતી”
બ્રેન્ડન મેક્કુલમ IPLમાંથી નિવૃત્તિ લેતા પહેલા KKR સાથે ખેલાડી તરીકે સંકળાયેલા હતો. તે જ સમયે, IPL 2020 પહેલા, તે ફ્રેન્ચાઇઝીના કોચિંગ સ્ટાફ સાથે જોડાયો હતો. તેણે KKR ની બહેન ફ્રેન્ચાઈઝી ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ માટે કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ આ જ ભૂમિકા ભજવી હતી. જોકે તેના કોચિંગ હેઠળ ટીમે સારું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે ટીમ ફાઈનલ રમી હતી, પરંતુ રનર્સઅપ રહી હતી.