બુમરાહ હવે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળશે…
જસપ્રિત બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક માનવામાં આવે છે અને તેની ક્રિયા, શાનદાર યોર્કર અને બોલમાં બદલાવના કારણે તે એકદમ ઘાતક બોલર માનવામાં આવે છે. હવે જસપ્રિત બુમરાહ એ એક ખુલાસો કરતા કહ્યું છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ બોલર અને મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડ તેની બોલિંગ સુધારવામાં મદદગાર રહ્યા છે. આઈપીએલ 2021 મુલતવી રાખ્યા બાદ બુમરાહ હવે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ પર એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેને કહ્યું હતું કે, હું જ્યારે પણ ભારતીય ટીમ સાથે હોઉં છું ત્યારે પણ હું શેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. તેની સાથેની મારી મુસાફરી અત્યાર સુધીની સારી રહી છે અને આશા છે કે, હું દર વર્ષે તેની પાસેથી શીખવાનું ચાલુ રાખીશ અને મારી બોલિંગમાં કેટલીક નવી વસ્તુઓ ઉમેરવાનો પ્રયત્ન કરીશ.
બુમરાહે કહ્યું કે, તેણે મારી બોલિંગને વધુ શુદ્ધ અથવા ઘાતક બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. શેન સાથેના મારા સંબંધો અત્યાર સુધી ઘણા સારા રહ્યા છે અને મને આશા છે કે આવું જ ચાલુ રહેશે.
“As a child, I’d seen Bond bowl and was always very fascinated with how he used to bowl.” – @Jaspritbumrah93
Our players speak in detail about the ‘BOND’ of the #MI bowling line-up #OneFamily #KhelTakaTak @ShaneBond27 @trent_boult @JimmyNeesh @MXTakaTak MI TV pic.twitter.com/dsHY1BEMmp
— Mumbai Indians (@mipaltan) May 14, 2021