રાજસ્થાન રોયલ્સએ તેને ત્રણ કરોડ આપ્યા હતા….
ટીમ ઈન્ડિયાની બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન રોબિન ઉથપ્પા માને છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની સારી સીઝન ફરી ટીમ ઈન્ડિયા માટેનો માર્ગ ખોલી શકે છે. આઈપીએલની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં રમાશે. ગત સીઝનમાં કોલકાતા તરફથી રમનાર રોબિન ઉથપ્પા 1.5 કરોડના બેઝ પ્રાઈસ સાથે હરાજી માટે આવ્યો હતો અને રાજસ્થાન રોયલ્સએ તેને ત્રણ કરોડ આપ્યા હતા.
રોબિન ઉથપ્પાએ રાજસ્થાન રોયલ્સના ટ્વિટર પર જણાવ્યું હતું કે, હું માનું છું કે આઇપીએલની સારી સીઝન તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની ખાતરી આપી શકે છે. હું સકારાત્મક વ્યક્તિ છું, તેથી મારી શ્રદ્ધા મજબૂત છે. હું જાણું છું કે હું ફરીથી ભારત માટે રમીશ. હું આશા રાખું છું કે તે થશે. ઉથપ્પાએ કહ્યું કે ભારત તરફથી રમવાનું તેમનું સપનું હજી જીવંત છે. તેણે કહ્યું કે, જે કોઈ પણ ક્રિકેટ રમે છે, તે પોતાના દેશ માટે રમવા માંગે છે.
રોબિન ઉથપ્પાએ 46 વનડેમાં 25.94 ની સરેરાશથી 934 રન બનાવ્યા છે. તેણે 13 ટી -20માં 249 રન બનાવ્યા છે. 2007ના ટી 20 વર્લ્ડ કપમાં તે ટીમનો ભાગ હતો. તેણે 177 આઈપીએલ મેચોમાં 28.83 ની સરેરાશ અને 130.5 ના સ્ટ્રાઇક રેટથી 4411 રન બનાવ્યા છે. તે કેકેઆરની ટીમમાં હતો, જેણે બે વાર ખિતાબ જીત્યો છે. પરંતુ કેકેઆરએ ગયા વર્ષે તેને જાળવી રાખ્યો ન હતો.
#AskRobin Q6. @PrabhuKaGyaan: Do you believe that a strong IPL season could bring you back in the reckoning for Team India?
“That dream is very much alive.” #HallaBol | @robbieuthappa pic.twitter.com/k8NGKoJscg
— Rajasthan Royals (@rajasthanroyals) August 23, 2020
જણાવી દઈએ કે આઈપીએલ 2020 ની હરાજી કોલકાતામાં સમાપ્ત થઈ હતી. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સએ આ હરાજીમાં કુલ 8 ખેલાડીઓ પર બોલી લગાવીને તેમની ટીમને ખરીદી કરી હતી. રાજસ્થાનની આ ખરીદી પર ભારતીય ખેલાડીઓનો દબદબો હતો.