IPL 2023ની 46મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે રમાઈ હતી, જે ઉચ્ચ સ્કોરિંગ હતી જેમાં મુંબઈએ મેચ 6 વિકેટે જીત્યું. પંજાબે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે મુંબઈએ 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
ઈશાન કિશન (75) અને સૂર્યકુમાર યાદવે (66) MI માટે તોફાની અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જોકે, કેપ્ટન રોહિત શર્માનું બેટ શાંત રહ્યું હતું. ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિતે 3 બોલ રમ્યો હતો પરંતુ તેનું ખાતું પણ ખુલ્યું ન હતું. તે પહેલી જ ઓવરમાં મેથ્યુ શોર્ટના હાથે ઋષિ ધવનના હાથે કેચ આઉટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, રોહિત IPLમાં 15મી વખત શૂન્ય પર આઉટ થયો છે. આ સાથે તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તે સંયુક્ત રીતે આઈપીએલમાં શૂન્ય પર પેવેલિયન પરત ફરનાર ખેલાડી બની ગયો છે.
રોહિત ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સુનીલ નારાયણ અને મનદીપ સિંહે 15-15 વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી છે. તેના પછી લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અંબાતી રાયડુ છે, જે 14 વખત પોતાનું ખાતું ખોલાવી શક્યા નથી.