અહીં પૈસા ફક્ત બીસીસીઆઈને જ નહીં, પરંતુ ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ અને યુવા ક્રિકેટરોને પણ આપવામાં આવે છે…
ભારતના પૂર્વ લેગ સ્પિનર અને જાણીતા કમેંટેટર્સ લક્ષ્મણ શિવરામકૃષ્ણને કહ્યું છે કે આ વર્ષે આઈપીએલ યોજાવી જોઈએ કારણ કે તે યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. તેમણે કહ્યું કે આઈપીએલ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવી જોઈએ કેમ કે એ શ્રેષ્ઠ ટી 20 લીગ છે અને તેનું ફરીથી એપ્રિલ-મે મહિનામાં આયોજન થવું જોઈએ.
શિવરામકૃષ્ણને કહ્યું કે બીસીસીઆઈ ટૂંક સમયમાં આઈપીએલના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે. પરંતુ તે ક્ષણ માટે, ટી 20 વર્લ્ડ કપ અંગે આઇસીસીના નિર્ણયની રાહ જોવાઇ રહી છે, જે પછીથી તે જાણ કરવામાં આવશે કે આઈપીએલ માટે નવી વિંડો મળી શકે કે નહીં.
શિવરામકૃષ્ણને કહ્યું કે, બીસીસીઆઈ હજી પણ આઈસીસીના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. અને આઈપીએલમાં લોકો ફક્ત પૈસાની જ વાત કરે છે, પરંતુ અહીં પૈસા ફક્ત બીસીસીઆઈને જ નહીં, પરંતુ ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ અને યુવા ક્રિકેટરોને પણ આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, જો સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આઈપીએલનું આયોજન કરવામાં આવે તો આવતા વર્ષે ફરી એક વખત આઈપીએલ રમી શકાય છે. આનાથી બે વર્લ્ડ કપની તૈયારી માટે ખેલાડીઓને ફાયદો થશે. તેમણે કહ્યું કે, અમે આઈપીએલ અને ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ઘણી યુવા પ્રતિભા જોઇ છે. આથી જ હું આઈપીએલ યોજવાના પક્ષમાં છું.