ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનમાં, ત્રણ ભારતીય ખેલાડીઓ (અંકીત ચવ્હાણ, એસ શ્રીસંત અને અજિત ચંદિલા)એ રમતને બદનામ કરી. આ ત્રણેય ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા, જે બાદ BCCIએ આ ત્રણેય ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.
અંકિત ચવ્હાણ, એસ શ્રીસંત અને અજીત ચંદિલા IPL 2013માં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતા, આ ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ હતો. આ ઘટનાને કારણે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. શ્રીસંત અને ચવ્હાણ પરનો પ્રતિબંધ ભારતીય બોર્ડ દ્વારા પહેલેથી જ હટાવી લેવામાં આવ્યો હતો અને હવે BCCIના લોકપાલ વિનીત સરને રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સ્પિનર અજીત ચંદિલાના પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષનો કરી દીધો છે.
BCCIના લોકપાલ વિનીત સરને તેની સજા ઘટાડવાનો નિર્ણય લીધા બાદ 18 જાન્યુઆરીએ અજિત ચંદિલાના પ્રતિબંધનો અંત આવ્યો હતો અને હવે તે પુનરાગમન કરવા માટે તૈયાર થશે. 2017માં, કેરળ હાઈકોર્ટે 2013ના આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડ બાદ શ્રીસંત પર લાદવામાં આવેલા બીસીસીઆઈના આજીવન પ્રતિબંધને રદ કર્યો હતો. પ્રતિબંધ હટાવ્યા બાદ શ્રીસંત ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. પરંતુ ચવ્હાણ મુંબઈમાં તેની ક્લબ ટીમમાં પરત ફર્યા ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પુનરાગમન કરવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. અંકિત ચવ્હાણ અને એસ શ્રીસંત બાદ હવે અજિત ચંદિલાને પણ પ્રતિબંધમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, તેથી તે તેના જૂના સાથી ખેલાડીઓની જેમ મેદાન પર પરત ફરશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
The BCCI has reduced former Rajasthan Royals spinner Ajit Chandila's life ban to seven years. He was banned for the entire life as he was involved in spot-fixing in the IPL back in 2013. Sreesanth and Ankeet Chavan's bans were also lifted earlier.
— Farid Khan (@_FaridKhan) February 22, 2023
