સૂર્યકુમારની આ ઇનિંગને કારણે મુંબઈ 193 રન બનાવી શક્યું હતું…
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સૂર્યકુમાર યાદવે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને 47 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની આ ઇનિંગને કારણે મુંબઈ 193 રન બનાવી શક્યું હતું. તેની ઇનિંગ બાદ હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ભારતીય ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
સૂર્યકુમારની ઇનિંગ બાદ પઠાણે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, જો સૂર્યકુમાર યાદવ આવા ફોર્મથી ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકે તો તે ખૂબ જ નિરાશાજનક હશે.
એ નોંધવું જોઇએ કે સૂર્યકુમાર ઘરેલું ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. ગયા વર્ષે મુંબઇના ખેલાડીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ખાતે 11 મેચોમાં 56 ની સરેરાશ અને 168 થી વધુના સ્ટ્રાઈક રેટથી 392 રન બનાવ્યા હતા. આ સાથે, સૂર્યકુમાર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે 50 ની સરેરાશ સાથે એસએમએટીની બે આવૃત્તિઓમાં 350 થી વધુ રન બનાવ્યા.
It will be very disappointing if @surya_14kumar doesn’t find a place in the Indian team with this kind a form… #wattaplayer
— Irfan Pathan (@IrfanPathan) October 6, 2020