જોશ હેઝલવુડને ચેન્નઈ સુપર કિંગ્સે 2 કરોડમાં હરાજીમાં ખરીદ્યો હતો…
ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલિંગ સભ્ય જોશ હેઝલવુડે આશા વ્યક્ત કરી કે તેને આ વર્ષે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેટલીક મેચ રમવાની તક મળશે. તેણે ઇંગ્લેન્ડ સામે ટી 20 શ્રેણીમાં ચાર વર્ષ બાદ ટી 20 રમ્યો હતો. જોશ હેઝલવુડને ચેન્નઈ સુપર કિંગ્સે 2 કરોડમાં હરાજીમાં ખરીદ્યો હતો. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે ફરીથી ટી 20 રમીને સારું લાગ્યું.
તેને વધુમાં કહ્યું કે લાંબા સમયથી મેં ઓસ્ટ્રેલિયા માટે કોઈ ટી 20 મેચ રમી નહોતી. બિગ બેશ લીગમાં ચોક્કસપણે કેટલીક મેચ રમવામાં આવી હતી. મેં કેટલીક વસ્તુઓ પર કામ કર્યું જે મારા માટે વધુ સારી સાબિત થઈ રહી છે. આશા છે કે ચેન્નાઈ માટે આ સીઝનમાં મને કેટલીક મેચ રમવાની તક મળશે. જ્યારે પણ મને તક મળશે, હું ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ.
તે આ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. રસપ્રદ વાત એ છે કે જોશ હેઝલવુડે 4 વર્ષના લાંબા ગાળા પછી મંગળવારે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ અગાઉ તેણે 2016 ટી -20 વર્લ્ડ કપમાં ભારત સામે ટી 20 રમ્યો હતો. ટી -20 પરત ફરતા તેણે 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ લીધી હતી.