IPL 2022 નો રોમાંચ ચાલુ છે. તમામ ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરીને જીતવાનો પ્રયાસ કરી રહી છે. IPLની આ સિઝનમાં બે નવી ટીમો, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સનો ઉમેરો થયો છે.
બે ટીમોના વધારાને કારણે મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. આઈપીએલની આ સિઝનમાં બે ટીમોના વધારા સાથે, બીસીસીઆઈના સત્તાવાર પ્રસારણકર્તાને આશા હતી કે મેચો વધુ રોમાંચક બનશે, પરંતુ હવે આશાઓ પર પાણી ફરી વળતું જણાય છે.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈને આશા હતી કે આઈપીએલની આ સીઝન ગત સીઝનની સરખામણીમાં દર્શકોની દ્રષ્ટિએ તમામ રેકોર્ડ તોડી નાખશે, પરંતુ અત્યાર સુધી એવું થયું નથી. ગયા વર્ષની સરખામણીમાં ટીવી રેટિંગ વ્યૂઅરશિપમાં ઘટાડો થયો છે.
IPLની દરેક સિઝનમાં લીગ શરૂ થયા બાદ પહેલા અઠવાડિયામાં ટીવી રેટિંગ વ્યૂઅરશિપ સંબંધિત આંકડાઓ સામે આવે છે. આ આંકડા પરથી જ સમજી શકાય છે કે આ લીગ ભવિષ્યમાં કેવી રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ આઠ મેચમાં ટીવીનું રેટિંગ 2.52 હતું. જે વર્ષ 2021માં 3.75 હતો. માહિતી અનુસાર આ વખતે 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.