જયારે 21મી સદીના પહેલા દાયકામાં જ્યારે ટી 20 ક્રિકેટ વિશ્વભરમાં પોતાની આગવી ચાહના ફેલાવી રહ્યું હતું ત્યારે ટી 20 લીગની શરૂઆત ભારતમાં થઈ. જેણે ક્રિકેટના ઇતિહાસને બદલી નાંખ્યો. ભારતમાં ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આઈપીએલ (IPL) જે શરૂઆતથી જ ધમાકો કરવાનું શરૃ કરી દીધું. લોકો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટૂંકા ગાળાના ફોર્મેટમાં રસ પેદા થયો. વર્ષ 2007 માં ટીમ ઈન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ ઘરેલુ (ડોમેસ્ટિક) ટી 20 લીગ શરૂ કરવામાં મોડું કર્યું નહીં. આ લીગ શરૂ કરવાનો શ્રેય લલિત મોદીને પણ જાય છે.
બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝી વેચવાનું શરૂ કર્યું, કુલ 8 ટીમોના નામ દેશના મોટા શહેરો પર રાખવામાં આવ્યું. 18 મી એપ્રિલ, 2008 ના રોજ બેંગલુરુમાં આરસીબી અને કેકેઆર વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. આઇપીએલ (IPL)ના ઇતિહાસની આ પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડી બૈન્ડેન મૈક્કુલમ માટે ખાસ રહી હતી. મેક્કુલમે આ મેચમાં 158 રનની યાદગાર ઇનિંગ રમીને એવો રેકોર્ડ બનાવ્યો જે કેટલાય વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. બૈન્ડન મૈક્કુલમ આ લીગમાં શાહરૂખ ખાનની ટીમ કોલકાતાનો સભ્ય હતો. પ્રથમ મેચમાં કોલકાતાએ બેંગલુરુને 140 રને હરાવ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં 2 વખત એવો સમય આવ્યો જ્યારે ટુર્નામેન્ટને દેશની બહાર સ્થળાંતરીત કરવી પડી હતી. 2009 અને 2014 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન સુરક્ષાના કારણોને લીધે મેચ અનુક્રમે દક્ષિણ આફ્રિકા અને યુએઈમાં કરવામાં આવી હતી. જોકે વર્ષ 2014 ની સીઝનમાં અડધી મેચ ભારતમાં રમાઈ હતી. ચાલુ વર્ષે આ ટુર્નામેન્ટ કોરોના વાયરસને કારણે 2 વાર મુલતવી રાખવામાં આવી છે, દેશમાં કોરોનાને કારણે વધતા જતા લોકડાઉનને કારણે આઇપીએલ વર્ષ 2020 માં મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. જો આ વર્ષે આઇપીએલ રદ કરવામાં આવે તો તે ઇતિહાસમાં પહેલી વખત હશે જેમાં ટુર્નામેન્ટ રદ થઈ હોય.