ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રવિવારનો દિવસ એક ઐતિહાસિક દિવસ હતો કારણ કે આ દિવસે આઈપીએલની 1000મી મેચ રમાઈ હતી અને આ મેચમાં 400થી વધુ રન બનાવાયા હતા.
IPLની 1000મી મેચમાં કેપ્ટન રોહિત શર્માના જન્મદિવસને ખાસ બનાવતા મુંબઈ ઈન્ડિયન્સે હાઈ સ્કોરિંગ મેચમાં 6 વિકેટે 212 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. મેચની છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે સતત ત્રણ સિક્સર ફટકારીને મુંબઈને શાનદાર જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરના પ્રદર્શનની પ્રશંસા કરતા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું કે ટિમ ડેવિડ આખરે કિરોન પોલાર્ડના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે ઉભરી રહ્યો છે જેની મુંબઈ ઇન્ડિયન્સને આશા હતી.
માંજરેકરે સ્ટાર સ્પોર્ટ્સ શો ક્રિકેટ લાઈવમાં જણાવ્યું હતું કે ટિમ ડેવિડ દ્વારા દર્શાવવામાં આવેલ કંપોઝર અદ્ભુત હતું, તેને કિરોન પોલાર્ડના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે ગણવામાં આવ્યો હતો અને તેણે તે સાબિત કર્યું હતું. મેચ જીતવાની અસર અને બોલનું રનમાં રૂપાંતર તેને બાકીના કરતા વધુ સારો બનાવે છે.