હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ધોનીએ 36 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા…
આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2020 માં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ટીમે સતત ત્રણ મેચ હારી છે. શુક્રવારે રમાયેલી મેચમાં સીએસકેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ખૂબ થાક લાગ્યો હતો. હવે શ્રીસંતે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને ધોની વિશે ટ્વીટ કર્યું છે.
શ્રીસંતે ટ્વિટર પર ધોનીને ટેગ કર્યો હતો અને લખ્યું હતું કે, “આ ઉનાળામાં પણ 20 ઓવર સુધી ટીકીને દોડો છો .. આ એક સમ્માનની વાત છે. મુશ્કેલ ક્ષણોમાં વ્યક્તિએ કદી હાર ન માનવી જોઈએ.
Hats off to @msdhoni bhai..even in this heat keeping for 20 overs and then running (sprinting for his team) lots n lots of respect..now that’s what we call never ever giving up in toughest moments. Giving all in for his team#respect #cricket pic.twitter.com/6hVQ8YvnEF
— Sreesanth (@sreesanth36) October 2, 2020
હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ધોનીએ 36 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા. જોકે ટીમ જીતી શકી નહીં. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સીએસકેને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં સીએસકેની ટીમે રવીન્દ્ર જાડેજાની અડધી સદી અને ધોનીને કારણે 158 રન બનાવી શકી હતી અને તે 7 રનથી હારી ગયું હતું.

